conjunctivitis virus know the symptoms and how to avoid the virus, the doctor gave important tips:-
- હાલના સમયમાં Adenovirus Conjunctivitis નો Epidemic ફેલાયો છે
- આ રોગ સ્પર્શથી (આંખને અડવાથી) તથા Microdroplet (છીંક તથા ઉધરસ) થી ફેલાય છે.
- માત્ર જોવાથી આ રોગ નથી ફેલાતો.
- મોટા ભાગે કોઇપણ દવા ન કરવા છતાંય આ રોગ 5-7 દિવસમાં રોગ પ્રતિકારક શક્તિ
- પ્રમાણે મટી જાય છે. જોકે અસહ્ય પીડા કે વધુ લક્ષણો જણાય તો તુરંત આંખના ડૉક્ટરને બતાવવું
કંજકટીવાઈટીસના કેસમાં 30 થી 40% નો વધારો જોવા મળી રહ્યો છે. આંખનું આ ઈન્ફેક્શન સાત મહિનાના બાળકોથી માંડીને 90 વર્ષના વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ રોગને લઈને કેટલીક ખોટી માન્યતાઓ પણ ફેલાઈ રહી છે. પરંતુ આસપાસના લોકો પાસેથી ખોટી માન્યતાઓ સ્વીકારવાને બદલે નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.
વાયરલ નેત્રસ્તર દાહ વિશેની હાલની સ્થિતિ,Latest conditions of Conjunctivitis virus in Gujarat:-
ગઈકાલે અમદાવાદ સિવિલમાં 90 કેસ નોંધાયા હતા
આંખના દુખાવાના કિસ્સામાં નજીકના નેત્ર ચિકિત્સક પાસેથી સારવાર લેવી.
સુરત બાદ અમદાવાદમાં પણ આંખોને લગતા ‘વાઈરલ નેત્રસ્તર દાહ’ના કેસ નોંધાયા છે. આંખોમાં દેખાતા આ વાયરલ નેત્રસ્તર દાહથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સમયસર આંખોની સારવાર કરવી અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે તેને કાળજીપૂર્વક સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાજ્યના આરોગ્ય વિભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, પેટા-જિલ્લા હોસ્પિટલો, જિલ્લા સ્તરની હોસ્પિટલો અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં વાયરલ નેત્રસ્તર દાહની સારવાર માટે યોગ્ય સુવિધાઓ સ્થાપિત કરી છે..
આંખના સર્જને conjunctivitis virus વિશે શું કહ્યું?
📌
સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંખના ઈન્ફેક્શનના 90 કેસ નોંધાયા છે. ‘વાઈરલ નેત્રસ્તર દાહ( conjunctivitis virus)’ વિશે આંખના સર્જને કહ્યું કે જો આપણે આ સ્થિતિના લક્ષણો વિશે વાત કરીએ તો, આંખોની લાલાશ, પાણીની આંખો અને ખંજવાળ ટાળવા માટે સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એકબીજા સાથે હાથ મિલાવશો નહીં, ભીડમાં ફરશો નહીં, તેમણે વધુમાં કહ્યું હતું કે ડૉક્ટરને બતાવ્યા પછી જ દવા લો. વધુમાં જણાવતા જણાવાયું છે કે આ સમસ્યા પાંચથી સાત દિવસમાં આપોઆપ ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો:-Click Here 🔴 PM-KISHAN NIDHI YOJANA દ્વારા કેટલી સહાય દર ત્રણ મહિને મળશે, કોણ ફોર્મ ભરી સકશે, શું છે જરૂરી દસ્તાવેજ અને ફોર્મ કોની જોડે ભરાવવું અને કોને જમાં કરાવવું બધીજ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો અને જાણો પ્રધામંત્રી કિશાન સન્માન નિધિ યોજના વિશે ની સંપૂર્ણ માહિતી A to z
conjunctivitis virus know the symptoms લક્ષણો:-
📌
- આંખમાં સોજો આવવો
- મીઠી ખંજવાળ આવવી
- આંખ લાલ થવી
- આંખ ભારે લાગવી
- આંખમાં દુખાવો થવો
જો આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોમાં આ ચેપ વધુ લાગે છે. કારણ કે સાથે અભ્યાસ કરતા હોવાથી એક બીજાને સ્પર્શ થતો હોય છે અને બાળકો શાળામાં નજીક નજીક બેસતા હોવાથી એકબીજાના સંપર્કમાં વધુ આવે છે.જો 5 દિવસ સુધી કોઈ સુધારો ન જણાય તો આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.
How To Avoid Conjunctivitis virus વાયરલ નેત્રસ્તર દાહને રોકવા માટે શું કરવું:-
📌
- આંસુ ટીસ્યુ પેપરથી લૂછી ડસ્ટબીનમાં ફેંકવું.
- પોકેટ સેનિટાઈઝર સાથે રાખો અને વારંવાર હાથ સાફ કરો.
- વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું જોઇએ.
- વારંવાર સાબુથી હાથ ધોવો.
- ડૉક્ટરને પૂછી એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સ કે આંખની ટ્યુબ પણ લગાવી શકાય.
- કંઝક્ટીવાઈટિસ’થી બચવા માટે સૌથી મહત્વની વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં હાથ મો ચોખ્ખા રાખવા, ભીડ વાળી જગ્યાએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું, સમયાંતરે સાબુ અથવા હેન્ડવોશથી હાથ સાફ રાખવા. જો આ બાબતોનું ધ્યાન રાખીએ તો ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’થી બચી શકાય છે.જેમને ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ થયું હોય તેમણે સૂર્યપ્રકાશથી બચવા ગોગલ્સ પહેરવા, સફેદ સુતરાઉ રૂમાલથી આંખ ઢાંકવી. પરિવારના અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે પોતાના રૂમાલ, નાહવા માટેના ટુવાલ અને વ્યક્તિગત વપરાશની વસ્તુ અલગ રાખવી જોઈએ. જેથી અન્ય લોકોને ચેપ ન લાગે. જો કે ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી ગભરાવાની જરૂર નથી. માત્ર તકેદારી રાખવાની જરૂર છે.
- વ્યક્તિગત સ્વચ્છતા એ સૌથી મહત્વની બાબત છે. જેમાં તમારા હાથ અને મોંને સાફ રાખવા સમયાંતરે તમારા હાથ અને મોંને સાબુથી ધોવા. ખાસ કરીને હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટરો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળો વગેરેમાં ભીડભાડવાળી જગ્યાઓ પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શક્ય હોય તો આવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
- જો આંખોમાં લાલાશ, દુખાવો અથવા સોજો હોય તો સારવાર માટે નજીકના નેત્ર ચિકિત્સકની મુલાકાત લો. ડૉક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપાં ન લેવા. ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ ટીપાં નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
શું ન કરવું.?
📌
- આંખને હાથ નહીં લગાવવો.
- રૂમાલ કે કપડાંથી આંખ લૂછવી કે ખંજવાળવી નહીં. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું.
- અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાના રૂમાલ કે નેપકીન, ચાદર,
- તકીયા વગેરે બીજાને ન આપવા તેમજ અલગ પણ રાખવા.
- કોમ્પ્યુટર કી-બોર્ડ, મોબાઇલ, ચાવી કે પેન વગેરે પણ શેર કરશો નહીં.
- બને ત્યાં સુધી બીજાની કોઇપણ વસ્તુને અડવાનું ટાળો.
- શાળા તથા જાહેર સ્થળોએ જવું નહીં. સીધી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી નહીં.
- આંસુ ટીસ્યુ પેપરથી લૂછી ડસ્ટબીનમાં ફેંકવું.
- પોકેટ સેનિટાઈઝર સાથે રાખો અને વારંવાર હાથ સાફ કરો.
- વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું જોઇએ.
- વારંવાર સાબુથી હાથ ધોવો.
- ડૉક્ટરને પૂછી એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સ કે આંખની ટ્યુબ પણ લગાવી શકાય.
- ડૉક્ટરને પૂછ્યા વિના આંખના ટીપા નાખવા નહીં.
અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાવાની જરૂર નથી,What to do not penic when you suffer from Conjunctivitis virus:-
વધુમાં, જો પરિવારના કોઈપણ સભ્ય નેત્રસ્તર દાહથી પ્રભાવિત હોય, તો તેણે પોતાનો રૂમાલ, નહાવાનો ટુવાલ અને તમામ અંગત સામાન અલગ રાખવો જોઈએ અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.
વાયરલ નેત્રસ્તર દાહની અસરો કેવી છે, ડોક્ટરો નું અનુમાન, Doctors Openion About Conjunctivitis virus:
📌
અલ્પજીવી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખો અને ડૉક્ટરના નિર્દેશ મુજબ સમયાંતરે હોસ્પિટલની મુલાકાત લો. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો ચશ્મા વડે આંખોનું રક્ષણ કરવું જોઈએ.

0 ટિપ્પણીઓ
Thanks