advertizement

Pradhan Mantri kishan Sanman Nidhi Yojana | PM-KISHAN YOJANA

Pradhan Mantri kishan Sanman Nidhi Yojana | PM-KISHAN YOJANA 

Pradhan Mantri kishan Sanman Nidhi Yojana | PM-KISHAN YOJANA


    યોજનાનું નામ,Name of Yojana:-

    PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.

    મુખ્ય હેતુ,Aim of PM Kishan Sanman Nidhi Yojana:-

    ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

    સહાયનું ધોરણ, Installment Amount of PM-KISHAN Sanman Nidhi Yojana:-

    ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય મેળવવા અંગેની પાત્રતા, Eligibility of PM Kishan Nidhi Yojana:- 

    પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહાય યોજના અરજી માટે જરૂરી વિગતો, Required Documents of PM Kishan Nidhi Yojana:-

    • ખેડુતનું નામ, 
    • ગામ, 
    • તાલુકો, 
    • આધાર નંબર, 
    • કેટેગરી,
    • IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.

    ખેડૂત કુટુંબે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા શું કરવું ?How to Apply for PM Kishan Nidhi Yojana:-

    • આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકશે.
    • અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે જરુરી ડોક્યુમેન્ટ્સ. Required Documents of PM Kishan Nidhi Yojana:-

    • અરજીની પ્રિન્ટ
    • આધાર કાર્ડ, 
    • જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ( ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) 
    • ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે

    જમીન ધારકતા માટે ધોરણો :

    જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
    જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
    તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
    આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહાય કોને મળવાપાત્ર નથી,Who Is Eligible for PM Kishan Sanman Nidhi Yojana:- 

    યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.

    (અ) સંસ્થાકીય જમીનધારકો
    (બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.
    ૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
    ૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
    ૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
    ૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
    ૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

    Pm Kishan Nidhi Yojana નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

    સ્ટેપ 01)

    સૌ પ્રથમ નીચે આપેલી લિંક
    https://www.digitalgujarat.gov.in ખોલો અને મેનું માં આપેલ PM Kisan Scheme પર ક્લિક કરી New Entry select કરવાથી ડેટા entry  માટેની સ્ક્રીન ઓપન થશે.



    સ્ટેપ 02)

    New Entry માં કુલ પાંચ સ્ક્રીન જોવા મળશે.
    1. Land Detail (ફરજીયાત)
    2. Khatedar Details (ફરજીયાત)
    3. Bank Details (ફરજીયાત)
    4. Family Member Details (ઓપ્શનલ)
    5. Attachment (ઓપ્શનલ) 



    1. Land Detail (ફરજીયાત)



    • Land Detail માં ફક્ત Village ડ્રોપ ડાઉન મેનુ માંથી પસંદ કરવાનુ છે અને Khata No.માં એન્ટ્રી કરવાની છે અને Show નુ બટન ક્લિક કરવાનુ છે.
    • Show બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ક્રીન દેખાશે. જેમા Holder Details પૈકી Head of Farmer Family (ખેડૂત કુટુંબ પૈકી અરજી કર્તાનું નામ) સેલેક્ટ કરવાનું થાય છે.

    • ત્યાર બાદ Save & Next બટન પર ક્લિક કરવુ,Save & Next કર્યા વગર આગળ જતા રહેવાથી આ સ્ક્રીનનો ડેટા સેવ થશે નહીં તેની કાળજી રાખવી.

    2. Khatedar Details (ફરજીયાત)

    • Compalsary First select category 


    • Select Aadhar or Enrollment – અહીં બે શક્યતા છે.
    ૧) આધાર કાર્ડ હોય તો Aadhar સિલેક્ટ કરવાનું છે. Aadhar સિલેક્ટ કરતાં તેની બાજુના એન્ટ્રી ફિલ્ડ Enrollment No અને EID DateTime માં કોઇ ડેટા એન્ટ્રી કરવાની રહેતી નથી. Aadhar સિલેક્ટ કર્યું હોય તો Aadhar Number એન્ટ્રી કરવો. આધાર સિલેક્ટ કર્યુ હોય તો Verify Aadhar કરી શકાય છે, જે ઓપ્શનલ છે.

    ૨) આધા૨ કાર્ડ ન હોય તો Aadhar Enrollment સિલેક્ટ કરવાનું છે. Aadhar Enrollment સિલેક્ટ કરતાં તેની બાજુના એન્ટ્રી ફિલ્ડ Enrollment Na અને EID DateTime માં ફરજીયાત ડેટા એન્ટ્રી ક૨વાની રહે છે.

    • Aadhar Enrollment સિલેક્ટ કર્યું હોય તો Select ID Proof માં મેનુ પૈકી કોઇ એક સિલેક્ટ કરવો અને એનો Document No. એન્ટ૨ ક૨વો ફજિયાતછે.

    • Aadhar Riasa se ala a Select ID Proof Document No.સિલેક્ટ કરવાનું અથવા એન્ટર કરવાનું રહેતું નથી.

    • શક્યતા ૧) અને ૨) બન્ને કિસ્સામાં સ્ક્રીન-૨માં અંગ્રેજીમાં દર્શાવેલ 1 (name as per aadhar card in English), 2 (Gender), 3 (Date of Birth અથવા Date of Year) ની એન્ટ્રી કરવી ફરજિયાત છે. નં ૩ ના કિસ્સામાં Date of Birth અથવા Date of Year પૈકી કોઇ એક જ શિલેક્ટ કરવું. એક સિલેક્ટ કરતાં બીજું ડિસેબલ રહેશે.

    • Aadhar અને Aadhar Enrollment એ બે પૈકીના કોઇ પણ લાગુ પડતા એન્ટ્રી ફિલ્ડ સામે એન્ટ્રી કર્યા બાદ સ્ક્રીન – ૨ માં હજુ ત્રણ એન્ટ્રી ફિલ્ડમાં એન્ટ્રી કરવાની બાકી રહે છે.

    • Full name of Khatedar in English અહી ખાતેદાર (અરજીકર્તા)નું નામ નાંખવું હજિયાત છે. – અહીં ફરીથી નામ એન્ટ૨ ના કરવું હોય તો સ્ક્રીન-૨માં અંગ્રેજીમાં દર્શાવેલ 1 (name as per aadhar card in English) માંથી કોપી અને પેસ્ટ કરી શકાશે.
    • Is Govt. Employee માં ડ્રોપ ડાઉન બોક્સમાંથી Yes અથવા No સિલેક્ટ કરવાનું રહે છે.
    • Area holding by Head of farmer Family માં અરજીકર્તાએ ખેડૂત કુટુંબ તરીકે ધારણ કરેલ જમીન હેક્ટરમાં નાંખવાની છે.

    3. Bank Details (ફરજીયાત)

    સ્ક્રિન – ૩ માં Aadhar Number ની વિગત આગળ કરેલ એન્ટ્રીમાંથી આવતી હોય અહીં કોઈ એન્ટ્રી કરવાની રહેતી નથી.
    ત્યાર બાદ IFSC Code નાંખવો ફરજીયાત છે. IFSC Code એન્ટ૨ ક૨ી Show Bank Details પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ એની નીચેના બોક્સમાં Bank Name અને Bank Branch Name ઓટોમેટિક આવી જશે.
    IFSC Code સાચો નાંખેલ નહી હોય તો આ વિગત આવશે નહી. જેથી ચેક કરી IFSC Code નાંખવો. અને આમ છતા (ગ્રામીણ અને સહકારી બેન્કના કિસ્સામાં) IFSC Code સાચો નાંખેલ હોવા છતા Bank Name અને Bank Branch Name ના દેખાય તો આ વિગત પોર્ટલમાં એડ કરવા માટે સ્થાનિક એન.આઇ.સી.અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો.
    ગ્રામીણ અને સહકારી બેન્કના કિસ્સામાં Bank Branch Name ડ્રોપ ડાઉન મેનુમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ Bank Account Number માં કાળજી રાખી એન્ટ્રી કરવી અને પછી Please Re-enter Bank Account Number માં ફરીથી એન્ટ્રી કરવી. અહી બન્ને ફિલ્ડમાં એક જ એન્ટ્રી હોવાથી ખોટી એન્ટ્રી હશે તો એ૨૨ આવશે.
    ત્યાર બાદ નીચે બોક્સમાં Name as per Bank માં બેન્ક પાસબુક/ચેકમાં જે રીતે નામ હોય એ એટ્રી કરવી.



    સ્ક્રીન –3 માં દર્શાવેલ બોક્સમાં ફરજિયાત ક્લિક ક૨વી. ક્લિક કરવાથી ખરાનું ( ✓ )નિશાન આવશે.

    પોર્ટલમાં ડેટા એન્ટ્રી માટે સ્ક્રીન-૧,૨ અને ૩ જ ફજિયાત હોઇ સ્ક્રીન-૩ સુધીની બધી ફરજીયાત એન્ટ્રી દાખલ કર્યેથી સ્ક્રીનમાં ( ➖પ્રકારના લાલ બોક્સમાં) ટિક બોક્સમાં ટિક કરવી અને Confirm & Final Submit બટન પર ક્લિક કરવું. આ કરવાથી જ એન્ટ્રી submit થશે. ત્યાર બાદ પ્રિન્ટ કાઢી લઇ લાભાર્થીની સહી અને ડોક્યુમેન્ટ મેળવી લેવા.

    4. Family Member Details (ઓપ્શનલ છે)



    5. Attachment (ઓપ્શનલ છે)


    આ રીતે pm Kishan Nidhi Yojana PM-KISHAN YOJANA નું ફોર્મ ભરી અને જવાબદાર વ્યક્તિ તલાટી અથવા ગ્રામ સેવકને document સાથે submit કરાવવું.

    FAQ (Frequency Ansked Questions)


    Q.What is PM-KISAN Yojana?

    Ans:-PM-KISAN Yojana stands for 'Prime Minister Kisan Samman Nidhi Yojana'.

    Q.Since when pm kishan scheme was implemented in the state?

    Ans:-01/12/2018

    Q.What is the purpose of PM kishan scheme?

    Ans:-1. Small and Marginal as part of increase in income of farmers by Government of India 100% Centrally assisted "Prime Minister's Kisan Samman Nidhi" to help farmers The plan has been launched. 2. So that farmers can be provided with financial requirements for purchase of farm inputs Farmers can protect their crops and through sufficient production at the end of the year Can get guaranteed income. 3. This scheme frees farmers from the vicious cycle of private lenders for their farming expenses Protection will be available.

    Q.Who can benefit from pm Kisan Yojana?

    Ans:-Land holding farmer family having cultivable land in the state are beneficiaries under this scheme will be considered as

    Q.How much assistance will a farmer family get under pm kisan yojana? And in how many installments will you get?

    Ans:-A total assistance of Rs.6000/- per year will be paid to the farmer family in three equal installments through Direct Benefit Transfer (DBT). The first installment of which will be for the period from 01/12/2018 to 31/03/2019.

    Q.Who will benefit from pm Kisan Yojana?

    Ans:-: For the eligibility of a land holding farmer family having cultivable land the following points have to be considered. (a) holding cultivable land as an individual cultivator, (b) having more than one land holding cultivator family named in the land record and holding cultivable land in case all independent cultivator families named in the record shall be eligible for the benefit.

    Q.By whom to fill the online form of farmers in pm Kisan scheme?

    Ans:-Data entry from village level has to be done through Village Computer Entrepreneur (VCE), Dudh Mandali, Co-operative Society, any other Government or Co-operative organization/person allotted login.

    Q.What should the beneficiary do after applying online?

    Ans:-After submitting the application, the applicant has to take a printout of the form including the details and the attached affidavit, sign it and deposit the check passbook copy for the bank account details and the self-attested copy of the Aadhaar card at the data entry center.

    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ