પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના ફોર્મ,તે શું છે, તેનો ઉદ્દેશ, વિશેષતાઓ, પાત્રતા , કેટલા પૈસા મળશે, ઓનલાઈન અરજી , ઓફલાઈન અરજી અને ટોલ ફ્રી નંબર અને યોજન રેલેટેડ સવાલો ના જવાબ, PMMVY Pradhanmantri Matru Vandana Yojana Form, What Is Pmmvy, Objective,Key features, Eligibility, Documents, Official website, Installment Amount, Apply Online, Apply offline,Toll free Number
(PMMVY) પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના 2023 ફોર્મ ,Pradhanmantri Matru Vandana Yojana 2023 Form
દેશની મહિલાઓ ના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા સમયાંતરે ઘણી યોજનાઓ અમલમાં મુકવા માં આવી છે એમાની એક યોજના એટલે Pradhanmantri Matru Vandana Yojana (PMMVY). ભારત સરકારે ખાસ કરીને ગર્ભ ધારણ કરતી મહિલાઓ માટે આ એક યોજના શરૂ કરી છે . સરકારે શરૂ કરેલી આ યોજનાનું નામ pradhanmantri Matru Vandana Yojana ( PMMVY) નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ, સરકારે સગર્ભા મહિલાઓ ને જીવંત બાળકને જન્મ આપવા માટે સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવે છે. જેથી મહિલાઓ અને આવનાર બાળક તંદુરસ્ત જન્મે એ માટે તેને તે નાણાંકીય સહાય દ્વાર પૂરતું પોષણ મળી રહે તે માટે આ યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે.આ લેખમાં, અમે તમને Pradhanmantri Matru Vandana Yojana (PMMVY) શું છે? અને PMMVY યોજના માટે કેવી રીતે અરજી કરવી એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છે,તો આ પોસ્ટને પૂરેપૂરી વાંચીને જેને લાગુ પડતું હોય તેવા લાભાર્થી સૂધી આ માહિતી પહોચાડવા માટે પોસ્ટ ને શેર કરજો
પ્રધામંત્રી માતૃ વંદના યોજના 2023, PMMVY Pradhanmantri Matru Vandana Yojana
પ્રધામંત્રી માતૃ વંદના યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ કરે છે અને તેના ગર્ભમાં રહેલ બાળક તંદુરસ્ત જન્મે એ માટે પોષણ પૂરું મળે તે માટે કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓ કે જે ગરીબીરેખા હેઠળ આવતી હોય તેવી મહિલાઓ ને આર્થિક સહાય કરે છે.આ યોજનાની શરૂઆત 1janu 2017 થી તમામ જિલ્લામાં શરૂઆત થઈ હતી.
પ્રધામંત્રી માતૃ વંદના યોજના શું છે? What is PMMVY (Pradhanmantri Matru Vandana Yojana)?
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના ની શરુઆત કરી હતી, તેથી આ યોજનાનું નામ Pradhanmantri Matru Vandana Yojana આપવામાં આવ્યું.આ યોજના એવી મહિલાઓ ને પાત્ર થશે કે જે ગર્ભવતી છે. આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓ ને કેન્દ્ર સરકાર દ્વારા APL લાભાર્થી ને Rs 5000 અને BPL લાભાર્થીને 6000ની નાણાંકીય સહાય આપવામાં આવે છે. આ યોજના માટે અરજી કરવા માટે સરકાર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પધ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે .આ યોજનામાં offline અરજી કરવા માટે ICDS આંગણવાળી અથવા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ની મુલાકાત લઈને અથવા નજીકના પેટા આરોગ્ય કેન્દ્ર (SUCENTER)ની અથવા તમારાં વિસ્તારની આશા વર્કર ની મુલાકાત લો, અરજી ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે .
પ્રધામંત્રી માતૃ વંદના યોજનાનો ઉદ્દેશ.Objective of Pm Matru Vandana Yojana
કેન્દ્ર સરકારનો ગરીબી રેખા હેઠળ આવતી મહિલાઓ અને શ્રમજીવી વર્ગની ગર્ભવતી APL મહિલાઓ ને Rs 5000 અને BPL મહિલાઓને RS 6000 આપવાનો હેતુ તેમને આર્થિક મદદ કરવાનો છે, કે જેથી આ સહાયતા વડે તે પોતે પોષણયુક્ત ભોજન લઈ સકે અને એક તંદુરસ્ત બાળક ને જન્મ આપે અને બાળક સ્વસ્થ રહે , તેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની વિશેષતાઓ,Key features of Pradhanmantri Matru Vandana Yojana (PMMVY)
- આ યોજનાના સફળ સંચાલનથી બાળમૃત્યું દરમાં ઘટાડો થશે.
- આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓ ને જે આર્થિક સહાય મળશે તેનાથી તે પોતાનું અને પોતાના આવનાર બાળક માટે પોષણયુક્ત આહાર ની વ્યવસ્થા કરી શકે.
- તેનાથી મહિલાઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે અને બાળકને શ્રેષ્ઠ પોષણયુકત ખોરાક મળશે અને બાળકનો ઝડપી શારીરિક વિકાસ પણ સારો થશે.
- આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ ને આર્થિક સહાય પેઠે જે પૈસા મળશે તે ડાયરેક્ટ મહિલાઓના બેંક એકાઉન્ટમાં
- જમાં થસે જેથી તે પૈસા ઉચાપત થવાની શક્યતા નહિવત્ રહેશે.
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટેની પાત્રતા , Eligibility of Pradhanmantri Matritva Vandana Yojana (PMMVY)
- સગર્ભા મહિલાઓ કે જેની ઉંમર 19 વર્ષ અથવા તેથી વધારે ઉંમર હોઈ તેવી મહીલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે.
- સાથે 1January 2017 ના રોજ અથવા તે પછી ગર્ભવતી થયેલી મહીલાઓ જ આ યોજનાને પાત્ર બનશે.
- આ યોજનાનો લાભ એવી સગર્ભા મહિલાઓને મળશે કે જે ગરીબી રેખા હેઠળ આવતી હોય અને આર્થિક રીતે નબળી હોઈ.
- સરકારી નોકરી કરતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે નહિ.
- જો જન્મ પછી બાળકનું મૃત્યું થાય અથવા બાળક મૃત જન્મે તો આ યોજનાનો પૂરેપૂરો લાભ મળવાને પાત્ર નથી.
- આ યોજનાના નો પૂરેપૂરો લાભ એવી મહિલાઓને મળશે કે જેનું જન્મેલું બાળક જીવિત હોય.
- આ યોજનાની નાણાંકીય સહાય ફક્ત પ્રથમ પ્રસૂતિ સૂધી સિમિત રહેશે.
- આ યોજનાનો લાભ તમામ APL/BPL લાભાર્થી ને મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા જાહેર સાહસોમાં નિયમિત નોકરીમાં છે અથવા જેમને અન્ય કાયદા હેઠળ આવાજ લાભો મળતા હોય તેમનો સમાવેશ PMMVY માં થસે નહિ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ 3મહીના દરમ્યાન જે તે વિસ્તારના SUBCENTER ના FHW અથવા ANM પાસે નોંધણી કરાવી ફરજિયાત છે.
- કોઈ પણ લાભાર્થીને PMMVY અને KPSY બંને યોજનાનો લાભ એક સાથે મળી શકશે નહિ.
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટેના જરૂરી દસ્તાવેજ, Required Documents of Pradhanmantri Matritva Vandana yojana (PMMVY Yojana)
પ્રથમ હપ્તા માટે જરૂરી દસ્તાવેજ
- એપ્લિકેશન ફોર્મ નંબર 1-A
- મમતાકાર્ડ ઝેરોક્ષ (1 થી 9 પેજ)
- લાભાર્થી મહિલા અને તેના પતિ બન્નેના આધારકાર્ડ ઝેરોક્ષ કોપી
- BPL નો દાખલો
- રેશન કાર્ડ ઝેરોક્ષ
- બેંક પાસબુકની ઝેરોક્ષ(એકાઉન્ટ નંબર દેખાય એવી)
બીજાં હપ્તા માટે જરૂરી દસ્તાવેજ
- એપ્લિકેશન ફોર્મ નંબર 1-B
- મમતાકાર્ડ ઝેરોક્ષ કોપી
- બેંક પાસબુક ઝેરોક્ષ કોપી(એકાઉન્ટ નંબર દેખાય એવી)
ત્રીજા હપ્તા માટે જરૂરી દસ્તાવેજ
- એપ્લિકેશન ફોર્મ નંબર 1-C
- મમતાકાર્ડ ઝેરોક્ષ
- લાભાર્થી મહિલા અને તેના પતિ બન્નેના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી
- બાળકના જન્મનું પ્રમાણપત્ર ઝેરોક્ષ
- બેંક પાસબુક ઝેરોક્ષ કોપી(એકાઉન્ટ નંબર દેખાય એવી)
પ્રધામંત્રી માતૃ વંદના યોજના હેઠળ મળવા પાત્ર હપ્તાઓ,Pradhanmantri Matru Vandana Yojana Installment Amount
- પ્રથમ હપ્તો,Frist Installment Amount:-
શરત:-મહિલાઓ ના છેલ્લા માસિક સ્ત્રાવના 150 દિવસમાં એટલે કે 5મહિનાની અંદર પ્રથમ હપ્તાં માટેની અરજી કરવી જોઈએ.
- સગર્ભા મહિલાઓને પ્રથમ હપ્તા હેઠળ BPL લાભાર્થી મહિલાને Rs 2000 અને APL લાભાર્થી મહિલાઓને Rs 1000 મળવા પાત્ર રહેશે.
2.બીજો હપ્તો, Second Installment Amount:-
શરત:-બીજાં હપ્તા માટે અરજી કરવા માટે ઓછામાં-ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવવી જરૂરી છે, બીજાં હપ્તા માટે ગર્ભવતી મહિલાઓએ 6મહિના પછી અને 7મહિનાની અંદર એટલેકે 180 દિવસની અંદર અરજી કરવી જોઈએ.
- સગર્ભા મહિલાઓને બીજાં હપ્તા હેઠળ લાભાર્થી(APL+BPL Both) ને Rs 2000 મળવા પાત્ર રહેશે.
3.ત્રીજો હપ્તો,Third Installment Amount:-
શરત:-ત્રીજા હપ્તા માટેનો લાભ મેળવવા માટેની અરજી કરવા માટે બાળકની જન્મની નોંધણી કરાવવી જરુરી છે ,ઉપરાંત BCG,DPT ,OPV , Hepatitis B રસીની પ્રથમ સાઈકલ પૂર્ણ કરાવ્યા બાદ( 14 week સૂધીની રસી)
- ત્રીજા હપ્તા હેઠળ (BPL+APL Both)લાભાર્થી ને Rs 2000 મળવા પાત્ર રહેશે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટેની અરજી કેવી રીતે કરવી,How to Apply for Pradhanmantri Matru Vandana Yojana (PMMVY)
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટે ઓનલાઈન અરજી,How to Apply Pradhanmantri Matru Vandana Yojana PMMVY online:-
- જે ગર્ભવતી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે છે,તે મહિલાઓ આ યોજના માટે અરજી કરવાની રહેશે.આ માટેની ઓનાઈન અરજી કરવા માટે તેમણે મહિલા અને બાળ મંત્રાલય માટેની સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે,આમ કરવાથી તમે હોમ પેજ પર જશો.
- વેબસાઈટ માં હોમ પેજ પર ગયા પછી,તમારે જે લોગીન વિકલ્પ દેખાય છે,તેના પર ક્લિક કરવાનું રહેશે , ત્યાર બાદ સાઈન અપ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમેં તમારી સ્ક્રીન પર ઇમેઇલ આઈડી અને પાસવર્ડ બનવીને કેપચા ફીલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમારાં ઇમેઇલ આઇડી પર વનટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે,જે પાસવર્ડ box માં ફીલ કરીને varify બટન પર ક્લિક કરો
- હવે તમે તમરી સ્ક્રીન પર આપેલી પ્રધામંત્રીશ્રી માતૃવંદના application લીંક દેખાશે,આ લીંક પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર બાદ પ્રધામંત્રીશ્રી માતૃવંદના યોજના નું ઓનલાઈન ફોર્મ તમારી સ્ક્રીન પર ખુલશે
- ત્યાર બાદ ફોર્મ માં માંગેલ બધી માહિતી એન્ટર કરો
- બધી માહિતી એન્ટર કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે
- હવે બધી માહિતી અને સ્કેન દસ્તાવેજ અપલોડ કર્યા બાદ submit button પર ક્લિક કરો
- આમ આ રીતે તમે pradhan mantri Matru Vandana Yojana PMMVY નું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને submit કર્યાં બાદ ની અગાડ ની process નુ update તમને તમારા ઇમેઇલ આઇડી અને મોબાઇલ દ્વારા મળતું રહેશે
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટે offline અરજી,How to Apply Pradhanmantri Matru Vandana Yojana PMMVY offline:-
- આ યોજના માટે અરજી કરવા માટે મહિલાએ ,જરૂરી દસ્તાવેજ સાથે નજીક ના આંગણવાડી કાર્યકર અથવા primary Health centre ના subcenter પર જવાનું રહેશે
- ત્યાં ગયા પછી તમે ત્યાં હાજર કર્મચારી પાસેથી પ્રધામંત્રી માતૃ વંદના યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે અને સગર્ભાની નોધણી કરાવવાની રહેશે અને Subcenter ANM જોડે મમતા કાર્ડ પણ બનાવવું રહેશે
- હવે,આપેલ અરજી ફોર્મમાં માંગેલ તમામ માહિતી અંદર નિયુક્ત સ્થાને દાખલ કરવાની રહેશે
- બધી માહિતી દાખલ કર્યાં બાદ , તમારો પાસપોર્ટ સાઈઝનો રંગીન ફોટો નિર્દિષ્ટ સ્થાન પર ચોંટાડી અને નિયત જગ્યા પર તમારી સહી અથવા અંગૂઠાની છાપ કરો.
- ત્યાર બાદ જરૂરી દસ્તાવેજની ઝેરોક્ષ કોપી સાથે જોડી આંગણવાડી અથવા જે તે વિસ્તારના ANM અથવા Female Health Worker ને જમાં કરાવવાની રહેશે.
- આ રીતે તમે pradhanmantri Matru Vandana Yojana (PMMVY) ની અરજી offline અરજી કરી શકશો
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટેની સત્તાવાર વેબસાઇટ,Pradhanmantri Matru Vandana Yojana official website
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટે અરજી કરવા માટે સરકાર દ્વારા સત્તાવાર વેબસાઇટ શરૂ કરવામાં આવી છે,તમે આ વેબસાઈટ દ્વારા પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટેનું ઓનલાઈન અરજી કરી સકો છો,અને તમે PMMVY યોજના વિશેની વધારાની માહીતી પણ આ wesite દ્વારા મેળવી શકો છો.
- Official website of pmmvy yojana:-https://pmmvy.nic.in/
પ્રધામંત્રી માતૃ વંદના યોજના માટે નો ટોલ ફ્રી નંબર, PMMVY Pradhanmantri Matru Vandana Yojana Help line toll free Number
અમે તમને આ લેખમાં pradhnamantri Matru Vandana Yojana PMMVY વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમ છતાં પણ તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોઈ અથવા તમે આ યોજના સંભંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માંગતા હોવ,તો તમ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો .
આ યોજના માટે જારી કરેલ સત્તાવાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ,pradhanmantri Matru Vandana Yojana સંબંધિત હેલ્પ લાઈન નંબર 011-23382393 છે. તમે આ નંબર પર સોમવાર થી શનિવાર Time સવારે 10.00Am તો સાંજે 6.00Pm સૂધી કૉલ કરી શકો છો.
આ આર્ટિકલને હિન્દી માં વાચવા માટે અહી ક્લિક🔴 કરો
FAQ:-
FAQ.1) Who can Start Pmmvy yojana?
Ans:-Pm Narendrabhai Modi
FAQ.2) Who can Apply for Pradhanmantri Matru Vandana Yojana?
Ans:-APL-BPL Anc woman can Apply for pmmvy
FAQ.3) How many rs can help through pmmvy scheme?
Ans:- APL Woman Got 5000rs and BPL Woman Got 6000 rs
FAQ.4)How can apply ofline for pmmvy yojana?
Ans:- Go to the Anganwadi or Phc lavel Subcenter or And meet Anganwadi work or Anm worker other wise you apply online vai official website.

0 ટિપ્પણીઓ
Thanks