આયુષ્યમાન કાર્ડ ધારકો ૧૨ જુલાઈથી ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકશે Ayushman Card Limit Increase 5Lakh To 10Lakh
વિવિધ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ હાલમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર નિશુલ્ક મળે છે. ૧૨મી જુલાઈથી ખર્ચ સુધીની સારવાર મળી શકશે.આ ૨કમ વધારીને ૧૦ લાખ રૂપિયાની થઈ એટલે કે આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકોને વિવિધ હોસ્પિટલોમાં ૧૦ લાખ રૂપિયાના લાખ રૂપિયા સુધીની સારવાર નિશુલ્ક મળી શકશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનીકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. Ayushman card Limit Increase તેથી ૧૨ જુલાઇથી ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.
પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની ૨કમ વીમા કંપની આપતી હતી તે મુદ્દાનો ઉકેલ આવી ગયો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કાર્ડમા વીમાની રકમ ૧૦ લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ થતો નહોતો વિધાનસભાના બજેટ સત્રમાં પણ તેનો પુનરોચ્ચાર કરાયો હતો. આમ છતાં નાગરિકોને તેનો લાભ મળી શક્યો ન હતો.
AyushyaMan Card Limit Increase 5Lakh To 10Lakh
- નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન યોજના દર્દીઓ માટે આશીર્વાદ બની છે.
- ૨૦૧૮થી ૨૦૨૨ સુધી કુલ ૧.૬૭ કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે.
- ૧.૮ કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે.
- રાજ્યમાં ૧૯૭૫ સરકારી અને ૮૫૩ ખાનગી મળીને ૨૮૨૭ જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
- ૨૦૨૨ના અંત સુધી ૩૪ લાખ જેટલા ક્લેઇમ નોંધાયા છે.

0 ટિપ્પણીઓ
Thanks