advertizement

Bharti News: GSSSB વર્ગ -3ની 188 જગ્યાઓ માટે અરજી મંગાવી,2 જાન્યુઆરીથી ફોર્મ ભરી શકાશે ફોર્મ

Bharti News: GSSSB વર્ગ -3ની 188 જગ્યાઓ માટે અરજી મંગાવી,2 જાન્યુઆરીથી ફોર્મ ભરી શકાશે ફોર્મ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે.
Bharti News: GSSSB વર્ગ -3ની 188 જગ્યાઓ માટે અરજી મંગાવી,2 જાન્યુઆરીથી ફોર્મ ભરી શકાશે ફોર્મ




GSSSB મંડળ દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકના વિવિધ વર્ગ-૩ ના તાત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ પર તમામ સંવર્ગો માટે તા.૦૨/૦૧/૨૦૨૪ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ૨૩-૫૯ કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૧૮/૦૧/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો માટે GSSSB મંડળની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.



Important dates


ફોર્મ ભરવાની તારીખ 


તા.૦૨/૦૧/૨૦૨૪ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ૨૩-૫૯ કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે


ફી ભરવાની તારીખ


ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૧૮/૦૧/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.

પગાર ધોરણ 


સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. 

જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.

Important links


ઓનલાઇન અરજી:-https://ojas.gujarat.gov.in

જાહેરાત Notification:-Click Here

ઓફિસિયલ Notification:- Click Here 

વયમર્યાદા અને લાયકાત


અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 

ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

Disabilities included in Group A to D, 

નોંધ:- 


(૧) ઉપર દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલ હોઇ જગ્યાચઓમાં વધઘટ થઇ શકશે.

(૨) તમામ જાહેરાતો અન્વયે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલ પરીક્ષા પદ્ધતિ મુજબ MCQ - CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો રહેશે. Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર રહેશે. પરીક્ષાપદ્ધતિની તમામ વિગતો વિગતવાર જાહેરાતમાં દર્શાવવામાં આવશે.

(૩) ઉકત જાહેરાત માટે પસંદગી યાદી મેરીટના આધારે કેટેગરી વાઈઝ આખરી કરવામાં આવશે.

(૪) ઉમેદવારોએ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ દરેક સવર્ગની વિગતવાર જાહેરાત સ્પષ્ટ રીતે વાંચીને ઓજસની વેબ સાઇટ પર ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતોની ખાતરી કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.

(૫) જે તે સંવર્ગના સંબંધિત વિભાગના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોમાં નિયત થયેલ જોગવાઇ અનુસાર જાહેરાત આપવામાં આવેલ છે. (૬) દરેક સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અર્થઘટન સંદર્ભે ભરતી પ્રકિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો
તે અંગે સંબધિત વિભાગનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ