શૈક્ષણિક વર્ષ 2022-23ના પ્રથમ વર્ષ ફિઝીયોથેરાફી,બીએસસી(નર્સિંગ), જી.એન.એમ, એ.એન.એમ, નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીસ્ક માટેની જાહેરાત ઓનલાઈન પિન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન, Frist year 2022-23 Physiotherapy,Bsc nursing,Gnm,Anm, Nechropthi, Orthotics, Prosthetic Buy Online Pin and Online Registration
ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન બોર્ડ, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ લોમાંથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના ધોરણ-૧૨ અને અગાઉ ના વર્ષોમાં બોર્ડ દ્વારા (વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ ) લેવાયેલ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી / મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો માટે પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ઓનલાઈન પીન વિતરણ, ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ નીચે પ્રમાણે રહેશે.
બીએસસી નર્સિગ સહિતના કોર્સમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
પ્રોફેશનલ કોર્સની પ્રવેશ સમિતી દ્વારા ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ. નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી, બીએએસએલપી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમિતીએ પ્રસિદ્ધ કરેલી વિગત મુજબ તા.૨૮મીથી લઇને આગામી ૧૧મી જુલાઈ સુધી વિદ્યાર્થીઓ પીન ખરીદીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ૩૦મી જૂનથી લઈને ૧૨મી જુલાઇ સુધી હેલ્પ સેન્ટર પર પ્રમાણપત્રોની ચકાસણી કરાશે.
| S.R No | Detail | Date To |
Time From |
|---|---|---|---|
| 1 | પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઈન પિન ખરીદી | 28/06/2023 To 11/07/2023 |
11to2 |
| 2 | ઓનલાઇન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે | 20/06/2023 To 11/07/2023 |
11to2 |
| 3 | હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રાજાના દિવસ સિવાય) | 30/06/2023 To 12/07/2023 |
10to2 |
ઓનલાઇન પીન ખરીદવા માટેની રૂપરેખા
How to Buy Online pin
- ઓનલાઈન પીન પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadultrat.org પર માંગેલ પ્રાથમિક માહિતી પૂરી પાડયા બાદ રૂ. ૧૦૦૦/- (નોન રીફંડેબલ )ની ઓનલાઈન ચુકવણી કર્યા પછી તમારા રજીસ્ટર્ડ મોબાઇલમાં USER ID અને PIN મોકલવામાં આવશે.
- પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઈન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રદેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર( સૂચી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે ) ઉપર રજીસ્ટ્રેશન ની સુવિધા મેળવી શકશૉ.
- ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadygujarat.org પર લોગ ઇન કરી રજીસ્ટ્રેશનની પાર્ટ -૧ ની પ્રક્રિયા અને પાર્ટ-૨ માટે સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરી અસલ પ્રમાણપત્રો રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાત ચકાસણી કરાવવાની રહેશે.ત્યારબાદ જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.
- તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો,તેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની રોજબરોજની માહિતી માટે સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

0 ટિપ્પણીઓ
Thanks