કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
લેમનગ્રાસ -
તમે તમારા ઘરમાં લેમનગ્રાસ વાવી શકો છો. આ છોડની એસિડિક સ્મેલ ખૂબ જ સારી હોય છે પરંતુ મચ્છરોને આ સ્મેલ બિલકુલ પસંદ નથી. આ કારણે, તેઓ છોડની આસપાસ ભટકતા નથી. આવી સ્થિતિમાં તમે તમારા ઘરની બાલ્કનીમાં કે કશે પણ આ છોડ વાવીને મચ્છરોનો ત્રાસ ઘટાડી શકો છો..
ફુદીનો-
ફુદીનાના ફાયદાઓથી કોણ અજાણ છે. તે ખાવાથી લઈને ત્વચા પર પણ લગાવવા સુધીના અનેક ફાયદા છે. પરંતુ તે મચ્છરો માટે દવાથી ઓછું નથી. તમે ઘરમાં ફુદીનાનો છોડ લગાવો, તેનાથી મચ્છર આપોઆપ દૂર થઈ જશે. એક અભ્યાસમાં ફુદીનાનું તેલ અથવા ફુદીનાનો અર્ક અન્ય કોઈપણ જંતુનાશકો જેટલો અસરકારક હોવાનું જણાયું છે.
લવંડર-
લવંડરનો છોડ ખૂબ જ સુંદર લાગે છે. તેની સુગંધ પણ ઘણી સારી હોય છે, જેના કારણે તમારું આખું ઘર સુગંધિત રહે છે. પરંતુ મચ્છરોને આ સુગંધ બિલકુલ પસંદ નથી અને મચ્છર આ સુગંધથી દૂર રહે છે.
સિટ્રોનેલા-
મચ્છરોથી બચવા માટે તમે સિટ્રોનેલાનો છોડ વાવી શકો છો. તેની સુગંધ મચ્છરોને ઘરમાં આવતા અટકાવે છે.આપને એ પણ જણાવી દઈએ કે આ છોડનો ઉપયોગ મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ બનાવવામાં પણ કરવામાં આવે છે

0 ટિપ્પણીઓ
Thanks