રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ।Rashtriya TB Niyantran karyakram
યોજના શરૂ થયાનું વર્ષ:-
1962
યોજનાનું નાણાકીય સ્રોત:-
ભારત સરકારશ્રીની રાષ્ટ્રિય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનની ગ્રાન્ટમાંથી યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ કોઈપણ ક્ષયરોગનો દર્દી
યોજના અંતર્ગત સહાય/લાભ:-
ટીબી રોગનું વિનામૂલ્યે નિદાન:- ટીબી રોગના નિદાન માટે તમામ સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ માં વિના મૂલ્યે તપાસ કરવામાં આવે છે.
ટીબી રોગની વીનામૂલ્યે સારવાર:-
ટીબી રોગો અંગેની સારવાર તમામ સરકારી હોસ્પિટલો, દવાખાનાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. સામન્ય પ્રકારના ટીબી રોગની દવાઓની કિંમત અંદાજે 5 થી 7 હજાર રૂપિયા તથા ગંભીર પ્રકારના ટીબી રોગની દવાઓની કિંમત 15 થી 2.75 લાખ રૂપિયા થાય છે.જે સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
ટીબી રોગ અંગેની વિનામૂલ્યે તબીબી સહાય:-
બક્ષીપંચ,અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના ક્ષયરોગના દર્દીઓને સરકારશ્રી તરફથી દર માસે રૂ.500/- અંકે રૂપિયા પાંચશો રૂપિયા પૂરા ચુકવવામાં આવે છે.આ સહાય માટે દર્દીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.27000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.36000/- છે.આ આવકથી ઓછી આવક ધરાવતાં દર્દીઓને સહાય ચૂકવવામાં પાત્ર છે.
જો આ અંગે વધુ માહીતીની જરૂર જણાય તો જીલ્લા કક્ષાએ બક્ષી પંચના લાભાર્થીઓને જીલ્લા નાયબ નિયામકશ્રી(વિ. જા), વડોદરાની કચેરી,નર્મદા ભવન,c- બ્લોક,બીજો માળ, વડોદરા.ફોન નંબર -0265-2426622,2410082
અનુસૂચિત જાતિ માટે સમાજ કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત, વડોદરા ફોન નંબર 0265-2438110
અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને જિલ્લા તકેદારી અને આદિજાતિ વિકાસની કચેરી કૂબેરભવન, કલેકટરશ્રીની કચેરી પાસે, વડોદરા પાસેથી મળી શકશે.ફોન નંબર 0265-246,2422263
0 ટિપ્પણીઓ
Thanks