રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના, National Family Planing scheme.
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે તેમાંની એક યોજના રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના સરકાર દ્રારા ફેમિલી પ્લાનિંગ માટે અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના કાયમી કુટુમ્બ નિયોજન પદ્ધતિ અપનાવેલ લાભાર્થીને જ મળવા પાત્ર છે.આ કાયમી કુટુમ્બ નિયોજન પદ્ધતિમાં બે પધ્ધતિઓ 1) વાઝેકટોમી(પુરુષ) અને ટ્યુંબેકટોમી (સ્રી) માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે,આ યોજનાનો મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણ માટેનો છે.
રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજનાનો હેતુ,Aim of National Family Planning scheme.
- રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજનાનો મુખ્ય હેતુ પરીવાર નિયોજનનો છે,કદાચ તમારી પાસે પહેલાથી જ એક કે બે બાળકો છે અને તમને લાગે છે કે તમારું કુટુંબ પૂર્ણ છે. તમે ગર્ભનિરોધકની એક અથવા બીજી પદ્ધતિનો ઉપયોગ કરતા હશો, અને હવે તમે વધુ કાયમી કુટુંબ નિયોજનના ઉપાય પર વિચાર કરી રહ્યા છો. તો તમારી પાસે મૂળભૂત રીતે બે વિકલ્પો છે, એક પુરુષો માટે અને એક મહિલાઓ માટે, જેમાં નાની સર્જરી સામેલ છે અને પરિણામે કાયમી વંધ્યીકરણ થશે.
- રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના અંતર્ગત તમે કાયમી વ્યંધિકરણ કરવો તો તમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના માટેની પાત્રતા, Eligibility of National Family Planning scheme.
- મહિલા અને તેના પતિ બે માંથી કોઈ એક જ આ પધ્ધતિ અપનાવેલ હોવું જોઈએ.
મહિલા લાભાર્થી માટે ની પાત્રતા, Eligibility of Woman Beneficiary for National Family Planning scheme.
- મહિલા લગ્ન કરેલ હોવી જોઈએ,
- મહિલાની ઉંમર 22 વર્ષ થી 49 વર્ષ ની વચ્ચેની હોવી જોઈએ,
- મહિલાને ઓછામાં ઓછું 1 બાળક હોવું જોઈએ અને બાળકની ઉંમર 1વર્ષથી વધારે હોવી જોઈએ,
- મહિલાના પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઈએ,
- મહિલાની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ
પુરુષ લાભાર્થી માટેની પાત્રતા, Eligibility of Man Beneficiary for National Family Planning scheme.
- પુરુષ લાભાર્થી લગ્ન કરેલ હોવો જોઈએ,
- પુરુષ લાભાર્થીની ઉંમર 60વર્ષ થી નીચે હોવી જોઈએ,
- પુરુષ લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલું હોવું જોઈએ,
- તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ.
રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય, Eligible assistance for National Family Planning scheme.
વિગત |
લાભાર્થીને મળતી સહાય |
મોટીવેટર ને મળતી ટીપ |
|---|---|---|
| વાઝેક્ટોમી (પુરૂષ વ્યંધિકરણ માટે) | Rs.2000 | Rs.300 |
| ટ્યુબેક્ટોમી (સ્રી વ્યંધિકરણ માટે) | Rs.1400 | Rs.200 |
| ટ્યુબેક્ટોમી (સ્રી વ્યંધિકરણ પ્રસૂતિ બાદ 7દિવસ માં કરાવે તો) | Rs.2200 | Rs.200 |
- એક દીકરી પર નસબંધી કરાવનાર લાભાર્થીને Rs.6000 રૂપિયા દીકરી યોજના અંતર્ગત રાષ્ટ્રિય બચત પત્ર
- બે દીકરી પર નશબંધી કરાવનાર લાભાર્થીને Rs. 5000રુપયા દીકરી યોજના અંતર્ગત રાષ્ટ્રિય બચત પત્ર
રષ્ટ્ર પરીવાર નિયોજન યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ ક્યાં ભરવું.How to Apply for National Family Planning scheme.
- રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજના અંતર્ગત ઓપરેશન વખતે Regitration કરતા જેતે કર્મચારી જોડે ફોર્મ ભરાવવામાં આવે છે.
- Phc(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લેવલે ઓપરેશન કરાવતા હોઈ તો જે તે વિસ્તારના MPHW જોડે ફોર્મ ભરાવવાનું રહેશે
રાષ્ટ્ર પરીવાર નિયોજન યોજનાનો લાભ ક્યાંથી મળશે.Where will the benefits of the National Family Planning scheme come from.
જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કાયમી કુટુમ્બ કલ્યાણ પદ્ધતિનું ઑપરેશન કરાવતા લાભાર્થીને સહાય આપવામા આવે છે.

0 ટિપ્પણીઓ
Thanks